26.2 C
Gujarat
Saturday, December 21, 2024

હાઉસીંગ બોર્ડની જૂની યોજનાઓમાં પેનલ્ટી માફીની સમયમર્યાદા વધારાઇ, જાણો ક્યાં સુધી

Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા.૭ જાન્યુઆરી ર૦ર૩ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં અગાઉ તા. ૧૩/૭/ર૦રર થી ૯૦ દિવસ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફીનો ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત’’ જાહેરાત કરાઈ હતી. જેમાં અત્યાર સુધી જાહેરાતનો લાભ ૧૦,પ૮૩ લાભાર્થીઓએ લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ અપનાવીને આ યોજના વધૂને વધુ લોકો લાભ મેળવી શકે તે હેતુથી બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજનાની મુદત આગામી તા. ૭/૧/ર૦ર૩ સુધી લંબાવી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલના ગુજરાત રાજ્યમાં આવેલ જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને લાભ મળી શકશે. આ અંગે હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles