29.1 C
Gujarat
Thursday, October 10, 2024

રેલવેની તહેવારોને લઈને ખાસ ભેટ, મહિને ફક્ત 536 રૂપિયામાં કરી શકશો 4 જ્યોતિર્લિંગના દર્શન

Share

અમદાવાદ : રેલવે તમારા માટે ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં 4 જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. IRCTC એ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. રેલવેના આ પેકેજમાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા ફક્ત 536 રૂપિયામાં કરી શકો છો. આ ઉપરાંત બેટ દ્વારકા અને શિવરાજપુર પણ ફરવા મળશે.

IRCTC એ ટ્વીટ કરીને લખ્યું છે કે રેલવે 4 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા કરાવવાની તક આપી રહ્યું છે. આ યાત્રાનો તારીખ 15 ઓક્ટોબરથી 22 ઓક્ટોબરથી શુભારંભ કરાઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ યાત્રા 7 રાત અને 8 દિવસની હશે અને આ પેકેજ માટે તમારે 15,150 રૂપિયા ખર્ચ કરવા પડશે. રેલવે તરફથી મુસાફરોને EMI ની સુવિધા મળી રહી છે. એટલે કે તમારે ફક્ત 536 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે ખર્ચ કરવાનો રહેશે.

જો તમે રેલવેના આ પેકેજમાં ટિકિટ બૂક કરાવવા માંગતા હોવ તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ https://www.irctc.co.in/ દ્વારા કરાવી શકો છો. તમે આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર (IRCTC Tourist Facilitation Centre), પ્રાદેશિક કાર્યાલયોથી બુકિંગ કરાવી શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles