16.2 C
Gujarat
Saturday, January 18, 2025

ડિફેન્સ એક્સપો-૨૦૨૨ને લઈને તા.૧૮ થી ૨૨ ઓક્ટો સુધી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ બંધ રહેશે, આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે

Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી ૧૮થી ૨૨મી ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ અને ઇસ્ટનો પાંચ દિવસ દરમિયાન કેટલાંક કલાકો દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોમે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે એક્સપોમાં આવવા માટે ઇ ટિકીટ રાખવામાં આવી છે. વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ડાઉનલોડ કરી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું આયોજન કરાયું હોવાથી૧૮થી ૨૨મી ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટઇસ્ટ અને વેસ્ટનો રસ્તો બંધ રહેશે. આ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બહાર પાડેલા નોટીફિકેશનના મુજબ રિવરફ્રન્ટ વેસ્ટનો રસ્તો બપોરના ત્રણ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોને વાડજ સર્કલથી આશ્રમ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે આઠ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે. જે દરમિયાન વાહનચાલકોએ ડફનાળાથી શાહીબાગ અંડર પાસ થઇને દિલ્હી દરવાજા તેમજ લાલ દરવાજા તરફ આવવાનું રહેશે.

જ્યારે ડિફેન્સ એક્સોમાં આવનાર મુલાકાતીઓને ટિકિટ માટે કોઇ ફી ચુકવવી નહી પડે પરંતુ, માત્ર ઇ ટિકીટ દ્વારા જ તમામને પ્રવેશ આપવામાં આવશે. તેમજ ઇ ટિકીટમાં દર્શાવવામાં આવેલા દિવસ અને સમયે જ પ્રદર્શન નિહાળી શકાશે. આ માટે eventreg.in/registration/visitor વેબસાઇટ પરથી ટિકીટ લઇ શકાશે. તેમજ તેમાં દર્શાવવામાં આવેલા ક્યઆર કોડને ફરજિયાત સ્કેન કરી શકાશે. આ સાથે આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. તેમજ કોઇપણ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ પણ લઇ જવાની પરવાનગી આપવામાં નથી આવી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles