અમદાવાદ : ગુજરાતમાં જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેની આજે આખરે જાહેરાત થઈ ગઈ હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેમાં બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1લી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.
ચૂંટણી પંચે મહત્વની જાહેરાતો કરતા પહેલા મોરબીની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્યમાં 51,782 મતદાન કેન્દ્રો આવ્યા છે. ગુજરાતના 4.9 કરોડ મતદાતાઓની સંખ્યા છે, તો બીજી તરફ 3.24 લાખ નવા મતદાતાઓ નોંધાયા છે. રાજ્યમાં 1274 મહિલા મતદાન કેન્દ્રની વ્યસ્થા કરવામાં આવી છે.
બે તબક્કામાં મતદાન થશે
1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદા
5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
8 ડિસેમ્બરે મતગણતરી
ચૂંટણી પંચે પ્રેસ મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
આચાર સંહિત આજથી જ લાગૂ
ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા
રાજ્યમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો
રાજ્યમાં 18થી 19 વર્ષના 4.6 સાથ નવા મતદારો
દિવ્યાંગો માટે 182 પોલિંગ સ્ટેશન
રૂરલમાં 34, 276 પોલિંગ સ્ટેશન
51,782 પોલિંગ સ્ટેશન ગુજરાતમાં
દરેક મતદાન કેન્દ્ર પર કર્મચારીઓ તૈનાત રહેશે
એક મતદાર માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે
એ મતદાર બહાર નીકળવા માગતા નથી જેથી સુવિધા અપાઈ
આ વખતે યુનિક મતદાન મથકો બનાવવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે
4.9 કરોડ મતદાતાઓ
4.6 લાખ પહેલી વાર વોટ આપશે
142 જનરલ, 17 એસી, 23 એસટી બેઠક
51781 પોલિંગ બુથ
142 મોડલ મતદાન મથક
27 હજારથી વધુ સર્વિસ મતદાતા
9.87 લાખ 80 વર્ષ થી ઉપર નાં મતદાતા
તમામ મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર જ
૧૨૭૪ મતદાન મથકો પર ફક્ત મહિલા સ્ટાફ
૫૦% મથકો નું જીવંત પ્રસારણ
ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે.
નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે: EC
તમામ ફરિયાદોનું 60 મિનિટમાં નિરાકરણ કરાશે
સુવિધા પોર્ટલ પણ મતદારો માટે ઉભી કરાઈ
માધુપુર, જાંબુરના 3,481 સિદ્દીવોટર્સ માટે વ્યવસ્થા
યુવાઓ પણ વધારે મતદાન કરે તેવી અપીલ
કોઈ પણ નાગરિક ઉમેદવાર વિશે જાણી શકશે
ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે
ઉમેદવારને ક્રિમિનલ રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે
વોટર સી વિઝલ એપ પર ફરિયાદ દાખલ કરી શકાશે
પોલીસ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે
દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ધૂષણખોરી પર ખાસ નજર રખાશે