અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા માટે ત્રણેય પાર્ટીઓ એડિચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે અવનવા પેતરાં અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપ પણ પ્રચાર પ્રસારમાં કોઈ કસર રહી ના જાય એમ ભાજપનો પ્રચાર અલગ તરી આવે તે માટે અને મતદારોને આકર્ષવા ટેક્નોલોજી બાદ મહિલાઓને આકર્ષવા ભાજપે અનોખો પ્રચાર શરૂ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર પ્રસાર શરૂ થયો છે. ત્યારે ભાજપે મહિલાઓને આકર્ષવા માટે અનોખી રીત અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓના ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ પ્રચાર પ્રસાર તરીકે બનાવવામાં આવી છે. જેમાં મહિલાઓને મનપસંદ એવી અને ઉપયોગી પર્સ, મોબાઈલ કવર, બક્કલ, હેર પિન, સાડી પિન, રબર બેન્ડ, બટરફ્લાય જેવી વસ્તુઓ પર ભાજપે નિશાન તાંક્યું છે.
ભાજપે મહિલાઓ સુધી પહોંચ બનાવવા તેમને ઉપયોગી થાય તેવી વસ્તુઓ પ્રચાર પ્રસારમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 4.83 કરોડ મતદાતાઓ પૈકી 2.37 મહિલા મતદાતાઓ મતદાન કરશે.