અમદાવાદ : ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામ જે પણ હોય પરંતુ ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે અને આ વખતે ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે.અમિત શાહે કહ્યુ ગુજરાતના લોકો બધુ જાણે છે.અમે જે કહ્યુ તે કરી બતાવ્યુ છે.અમારાચૂંટણી એજન્ડામાં રામમંદિર, કલમ 370 નાબૂદી, ત્રિપલ તલાક સહિતના મુદ્દાઓ હતા. ક્લિયર મેજોરિટી બનતા જ અમારી સરકારે એક ઝાટકે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનુ કામ કર્યુ.
અમિત શાહે જણાવ્યું હતું કે હું દિવાળીથી અત્યાર સુધી 42 બેઠકો પર ગયો છું. તેમજ આ બેઠકો પર મને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ જોવા મળી છે. જેમાં આમ આદમી પાર્ટી જોવા નથી મળતી. તેમજ આમ આદમી પાર્ટીની આ પ્રથમ ચૂંટણી છે. તેમણે એક પણ ચૂંટણી ગંભીરતાથી લીધી નથી.કોંગ્રેસ આરોપ લગાવે છે કે ભાજપ અમારા લોકોને તોડી રહી છે. આ આરોપ અંગે અમિત શાહે જણાવ્યુ કે અમારા પર આરોપ લગાવતા પહેલા તેમણે આત્મચિંતન કરવુ જોઈએ કે તેમના લોકો છોડીને કેમ જઈ રહ્યા છે.