અમદાવાદ : અમદાવાદમાં આગામી 5 મી ડીસેમ્બરે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનુ છે. જેને લઈને 4 અને 5 ડીસેમ્બરે AMTSની 400 જેટલી બસ વિધાનસભા ચૂંટણી માટે EVM સહિતની અન્ય સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી કરાશે.આ બે દિવસ માટે AMTSની મુસાફરી કરતા લોકો માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.
AMTS ની શહેરના સાત ઝોનમાં અંદાજે 600 થી વધુ બસ ઓનરોડ દોડાવવામાં આવી રહી છે.આ પૈકીની 400 બસ વિધાનસભા ચૂંટણીની કામગીરી માટે આગામી 4 તથા 5 ડીસેમ્બરના રોજ ફાળવવામાં આવનાર છે.આ સ્થિતિમા AMTSની બસના મુસાફરોને બે દિવસ માટે BRTS ઉપરાંત મેટ્રો ટ્રેન સહિતના અન્ય વિકલ્પની પસંદગી કરવી પડશે.
શહેરના સાત ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની ૪૫૯ જેટલી શાળાઓ આવેલી છે.આ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ ૪૧૦૦ શિક્ષકોને ચૂંટણી કામગીરીની ફરજ સોંપવામા આવી છે.વિવિધ વિસ્તારમા આવેલી 459 શાળાઓ પૈકી 77 જેટલી શાળામા સ્થાનિક પોલીસ ઉપરાંત SRP અને CRPF સહિતના ચૂંટણી સંદર્ભમાં ફરજ બજાવવા આવનારા જવાનોના રહેવાની સગવડ માટે ફાળવવામા આવશે.ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમાં મતદાન કેન્દ્ર પણ ઉભા કરવામાં આવશે.