અમદાવાદ : અમદાવાદમાં આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. મતગણતરીને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પડ્યું છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગુજરાત કોલેજ, એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થવાની છે. ટ્રાફિક પ્રવાહને સરળ બનાવવા મતગણતરી સ્થળોની આસપાસ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મતગણતરી સ્થળોની આસપાસ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે –
ગુજરાત કોલેજનો માર્ગ બંધ રહેશે. આ માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ટાઉનહોલ ચાર રસ્તા થઈ કલગી ચાર રસ્તા તેમજ નગરી હોસ્પિટલનો વાહનોની અવરજવરનો ઉપયોગ કરી શકાશે…
એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દાદા સાહેબ પગલાંથી એલડી સુધીનો માર્ગનો વાહન વ્યવહાર બંધ રહેશે, જેના વૈકલ્પિક માર્ગ તરીકે પાસપોર્ટ ઓફિસ તરફ જવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે…
પોલિટેકનિક કોલેજ માટે પાંજરાપોળ ચાર રસ્તા થી નેહરુનગર સર્કલ સુધીનો માટે ઉપયોગ કરવાનો રહેશે…