અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સોલા હાઉસિંગ સોસાયટી ખાતે, જ્યાં એક 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા એક પોપટનો જીવ બચાવવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમે 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા પોપટના જીવ બચાવીને વધુ એક ઉમદા કાર્ય કર્યું છે. એક રિપોર્ટ મુજબ જીવદયા સંસ્થા સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તા પપ્પુભાઈ મુજબ અમારી હેલ્પ લાઇન નંબર પર ફોન આવ્યો અને જણાવ્યું હતું કે નારણપુરાના સોલા હાઉસિંગ કોલોનીમાં આવેલા મોબાઈલ નેટવર્ક ટાવરમાં એક પક્ષી ફસાયું છે. તેને બચાવવું જરૂરી છે.
ત્યારબાદ સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તા પપ્પુભાઈએ કોલરને સ્થાનિક મેમનગર ફાયર વિભાગને જાણ કરી ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પરંતુ મેમનગર ફાયર વિભાગની ટીમ ઊંચાઈ હોવાને કારણે ફાયર વિભાગની ટીમ તે સમયે પક્ષીને બચાવી ન શકી હતી.પરંતુ તાજેતરમાં જ થલતેજ ફાયર વિભાગ ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ હાઇડ્રોલિક મશીન સાથે ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી.
હાઇડ્રોલિક મશીન દ્વારા 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવર પર ફસાયેલા એક પોપટ જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો, તેને બચાવવા માટે એક કલાક સુધી જહેમત ઉઠાવી હતી. એક-બે નહીં પણ સાત જેટલા ફાયર જવાનો અને સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ આ ઉમદા કામ કર્યું હતું. આખરે પોપટને બચાવી જીવદયા પાંજરાપોળ ખાતે મોકલી દેવાયો હતો અને સારવાર આપવામાં આવી હતી.મિર્ચી ન્યુઝ પરિવાર જીવદયા સંસ્થા સેવ બર્ડ ફાઉન્ડેશન અને ફાયરવિભાગની કામગીરીને બિરદાવે છે.