અમદાવાદ : ડિસેમ્બર-2022 મહિનો પણ ત્રણ વર્ષ પહેલાના દિવસો યાદ કરાવી રહ્યાં છે. જ્યારે ચીનથી કોરોનાની શરૂઆત થઈ હતી. ભારતમાં કોરોના ફેલાયો હતો. ધીરે ધીરે કેસ વધતા ગયા. બાદમાં વિદેશથી આવેલા લોકો સુપરસ્પ્રેડર બન્યા હતા. ત્યારે હવે ડિસેમ્બરમાં અનેક વિદેશીઓ વતન પરત ફર્યા છે. આવામાં ફરી કોરોના ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ રાજકોટ અને ભાવનગરમાં વિદેશથી આવેલ યુવતી અને વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશથી આવતા મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. બંને સ્થળોએ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. અને સતર્કતાના પગલા લેવાની શરૂઆત કરાઈ છે.
કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. જેમાં કોરોના પર ભાર મુકાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના ગાઇડલાઈનમાં કોઈ ચૂક ન રહે તે માટે સુચના આપી. હવે વિદેશી પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે. સાંજ સુધીમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. તો જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડલાઈનનું પાલન પણ ફરજીયાત બની શકે છે.