અમદાવાદ : અમદાવાદના લાલ દરવાજા પાસે કારંજ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડી શહેરની વચ્ચોવચ આવેલા વિસ્તારમાં ધમધમતું જુગારધામમાં ઝડપી લીધું હતું. અનેક મહિનાઓથી ચાલતું આ જુગારધામ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાની રાવ ઉઠી રહી હતી, પરંતુ સ્થાનિક પોલીસની મેલી મુરાદ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ પાડી 20 જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા.
અમદાવાદમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલએ (SMC) જુગારના અખાડા પર તવાઈ બોલાવી હતી. દોઠેક મહિનાથી ચાલતા મુસ્તાક મિયા ઉર્ફે મચ્છર શેખના જુગારધામ પર રેડ કરીને તમામ ગતિવિધિનો પર્દાફાશ કર્યો છે. જેમાં 20 થી વધુ જુગારીઓને ઝડપી પાડયા હતા. રિપોર્ટ મુજબ સમગ્ર મામલે રિપોર્ટ સ્ટેટ મોનિટરિંગ સેલ રાજ્યના પોલીસ વડાને સોંપવામાં આવશે. આ રિપોર્ટ બાદ પોલીસ વડા આકરા એક્શન લે તો નવાઈ નહી.