અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદનાં ચાણક્યપુરીમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. 31st ની રાત્રે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ ડમરું સર્કલ સેક્ટર-3 માં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામના યુવાનની હત્યા થઈ છે.હત્યા કર્યા બાદ લાશને રેલવે ટ્રેક પર ફેંકી દેવાઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદનાં ચાણક્યપૂરીમાં હત્યાના સમાચારથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 31st ની રાત્રે ચાણક્યપુરી વિસ્તારના ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. અંદાજે 4 લોકો સેકટર 3 થી ઉપાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસેની અવાવરૂ જગ્યાએ લાવ્યા હતા. જ્યાં રેલવે ફાટક પાસે પત્થરનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.
યુવાનની હત્યા કર્યા બાદ લાશને રેલવે ટ્રેક પર ફેંકી દેવાઈ હતી.વહેલી સવારે પોલીસને ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.