અમદાવાદ : ઉત્તરાયણ પર્વ હવે નજીકમાં છે ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઈનીઝ દોરી બેરોકટોક જીવલેણ દોરી વેચાય છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ ટુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો હાઇકોર્ટે સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. મળતા અહેવાલ મુજબ આ મુદ્દે સરકારને બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.
આજે ગુજરાત હાઈકોર્ટે ઉતરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ ટુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો ગુજરાત સરકાર પાસે માગ્યો ખુલાસો હતો. એટલે બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ હતો. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી કરતી પિટીશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે.