ગાંધીનગર : રાજયમાં મનીલોન્ડરીંગ એક્ટ સંદર્ભે સતત એક મહિના સુધી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ આદેશ જારી કર્યા છે.એક રિપોર્ટ મુજબ આવા વ્યાજખોરો સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મની લોન્ડ્રિંગની અરજીઓ પર SP અને DCP કક્ષાના અધિકારીઓ મૉનિટરિંગ કરશે. રજીસ્ટ્રેશન વગર નાણા ધીરવા અને વધુ વ્યાજે નાણા ધીરનાર સામે કાર્યવાહી થશે.
નોંધનીય છે કે તમામ જિલ્લા SP અને શહેરના પોલીસ વડાઓ DCPને આ અંગે સુચના આપવામાં આવી છે. ગેરકાયદેસર નાણાં ઘીરનાર, રજીટ્રેશન વગર નાણાં ધીરનાર અને વધુ વ્યાજે નાણાં ધીરનાર વિરૂદ્ધ પરિણામ લક્ષી કામગીરીની સૂચના જાહેર કરવામાં આવી છે. સામાન્ય નાગરિકને શારીરિક અને માનસિક ત્રાસ આપનારા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ હવે તવાઇના મુડમાં છે. મિલકત પડાવી લેવાના કિસ્સામાં પણ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.