અમદાવાદ : ઉતરાયણ નજીક આવતાની સાથે જ શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી લાવવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે અને આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે. આ કારણે ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ને લઈને શહેર અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો કોઈ પણ વ્યક્તિ પાસે થી ચાઈનીઝ દોરીનો જથ્થો કે ટુક્કલ મળી આવે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતા લોકો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની અલગ અલગ ટીમો અનેક જગ્યાએ વોચ રાખી રહી છે અને અત્યાર સુધીમાં શહેરમાં 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે, અને લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ ઉપરાંત બીજી તરફ પતંગ રસિકો દ્વારા ઉપયોગમાં લેવામા આવતી માંજા દોરીમાં પણ ઘાતક દોરીના બને અને વધુ પડતાં કાચનો ઉપયોગ ના કરે જેથી કરી ને કોઈપણ જીવ ને નુકસાન પહોંચે તે પ્રકારની સમજ પણ પતંગ રસિકોને આપવામાં આવી રહી છે. જો કે ચાઈનીઝ દોરી અને તુક્કલનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું હોવાની રજૂઆત પોલીસ ને મળતા પોલીસએ આ પ્રકારનું વેચાણ બંધ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમને પણ આ પ્રકારની વેબસાઇટ પર વોચ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.