અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા 5 સભ્યમાંથી 4 લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે 17 વર્ષીય કિશોરી અંદર ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગે બેડરુમમાં ફસાયેલી કિશોરીનું રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં સાતમા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ફાયરની 15 ગાડીઓની મદદથી બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ હતી. જોકે આ આગની દુર્ઘટનામાં સાંતમા માળે ઘરમાં 5 સભ્યો હતા જેમાંથી એક 17 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. ફાયરની ટીમે 17 વર્ષીય કિશોરીને બચાવ્યા બાદ તેની હાલત ગંભીર હતી. જેથી કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું મોત થયું છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધર નગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં અચાનક આગ લાગી હતી. જોકે હજી સુધી આ આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તમામ 5 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપરના 3 માળના લોકોનું પણ રેસ્ક્યુ કરાયુ હતું. જોકે ગંભીર રીતે દાઝી જવાને કારણે 17 વર્ષીય કિશોરીનું મોત થયું છે.