34.6 C
Gujarat
Sunday, March 16, 2025

આજથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ, 43 હજાર ડોઝ કરાયા પ્રોવાઇડ

Share

અમદાવાદ : વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઇ ફરી એક વખત ચિંતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈ સાવચેત થઈ ગઈ છે. આ માટે આજથી મહાનગરપાલિકા દ્રારા કોરોનાની વેક્સિનેશન દ્રાઈવ શરુ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ફરીવાર કોરોના વેક્સિનેશન અભિયાન શરુ કરવામાં આવી રહ્યુ છે. આ માટે અમદાવાદ કોર્યોરેશન પાસે રસીનો જથ્થો પણ ઉપલબ્ધ થઈ ગયો છે.

આજથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન ડ્રાઈવ શરુ કરવામાં આવશે. સરકારે અમદાવાદ મ્યુનિશિપલ કોર્યોરેશનને કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપ્યો છે. સરકારે કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપ્યાછે. આ ઉપરાંત કો-વેક્સિનના 25 હજાર ડોઝ આપ્યા છે. બંને વેક્સિન મળીને કુલ 43 હજાર રસીનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે.

આ અગાઉ વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles