અમદાવાદ : એક તરફ અમદાવાદનો અટલ બ્રિજ ફરવાનાં સ્થળોમાં હાલ લોકોનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ મંગળવારે મોડી સાંજે આ બ્રીજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ થતાં પોલીસકાફલો અને ફાયરના જવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. જોકે 2 કલાકની લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહની બહાર કાઢ્યો હતો.
મંગળવારે મોડી સાંજે યુવકે સાબરમતી નદીમાં બ્રીજ પરથી મોતની છલાંગ લગાવતાં ફાયરની ટીમે 2 કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.જોકે, બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સરની હાજરીમાં જ યુવકે કઇ રીતે બ્રિજ પરથી ઝંપલાવ્યું તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ બનાવ સામે આવતાની સાથે જ લોકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે.