અમદાવાદ: AMC ના આગામી બજેટને લઈને પ્રથમ વાર અમદાવાદીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેને લઈને અમદાવાદીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. માત્ર જાહેરાતની 48 કલાકમાં જ 450 જેટલા મેઇલમાં 500થી વધુ લોકોના સુચનો મળ્યા છે. AMCના ઇતિહાસમાં પ્રથમવાર આ મુજબનો પ્રયોગ કરાયો છે. સૌથી વધુ ઈમેલ રોડ રસ્તા ગટર પાણી અને પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય કરવા બાબતેના કોર્પોરેશનને પ્રાપ્ત થયા હતા.
નાગરિકો પાસેથી સૂચન મંગાવાયા કોર્પોરેશનના બજેટમાં શું છે નાગરિકોની મરજી
AMC ના બજેટ પહેલા નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા હતા, જેનું વર્ગીકરણ કરતા 34% સુચનો મૂળભુત પ્રથામિક સુવિધાને લગતા આવ્યા હતા.
25 સુચનો પ્રાથમિક સિવાયની સુવિધા જેવી કે, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમીંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક વગેરેને લગતા.
39% સુચનો અ.મ્યુ. કોર્પો.ની સર્વિસ સુધારવા બાબત તેમજ ફરિયાદ સ્વરૂપે મળી હતી.
2 ટકા સૂચનો કોર્પોરેશનની રેવન્યુ જનરેશન બાબતના હતા.
પ્રાથમિક સુવિધા અંગેના સુચનોમાં ખાસ કરીને કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા વિસ્તારો જેવા કે, હંસપુરા, બોપલ, ઘુમા, વટવામાં ટી.પી. 85 અને 89, નિલ, નાનાચિલોડા જેવા વિવિધ વિસ્તારોમાં પાણી, રેનેજ તથા રસ્તાની સુવિધા મેળવવા અને સુધારવા બાબતના હતા.
પ્રાથમિક સુવિધા સિવાયની સુવિધા માટેના સુચનોમાં પણ નવા સમાવિષ્ટ વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાંથી આવેલા. જેમાં કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમીંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક જેવી વિવિધ સુવિધાઓ મેળવવા માટેના હતા.
શહેરીજનો તરફથી વર્ષ 2023-24 ના બજેટ અન્વયે મળેલ સુચનોના બહોળા પ્રતિસાદને ધ્યાને લઈ બજેટમાં સારા આવકારદાયક સુચનોનો સમાવેશ કરવા આ.મ્યુ. કોર્પોરેશને કટિબદ્ધતા દર્શાવી છે.
નોંધનીય છે કે નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને શહેરના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવે છે. ગત વર્ષે 8000 કરોડનું બજેટ ભાજપના શાસકોએ મંજૂર કર્યુ હતું. સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના સૂચન મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનો બે દિવસ દરમિયાન મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનો આવ્યા બાદ હવે જોવું રહેયું કે અમદાવાદ મહાનગર પાલિકાના બજેટમાં કઈ કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.