અમદાવાદ : શહેરના ગાંધીબ્રિજના છેડા પર RBIના સામે આવેલી ફર્નિચરની દુકાનમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે આ મોટી દૂર્ઘટનામાં હજી સુઘી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હાલ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના ગાંધી બ્રિજના છેડે આવેલી એક ફર્નિચરની દુકાનમાં આજે બપોરે આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. જોત જોતામાં દુકાન આખી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
ફર્નિચરની દુકાન હોવાથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર દુકાન બળીને ખાક થઈ ગઈ હતી. આજુબાજુમાં પણ કેટલીક જગ્યાઓ આગમાં લપેટાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા બ્રિજના છેડેથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.