અમદાવાદ : પ્રજાસતાક દિન 2023ની પરેડમાં ગુજરાતની ઝાંખી પણ શાનદાર રીત રજૂ થઈ હતી. ગુજરાત સહિત 17 રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પરથી પસાર થઈ હતી. જેમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” ની થીમ પર ગુજરાતની આ શાનદાર ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીની આસપાસ કલાકારો ગરબા રમતા જોવા મળ્યા હતા. ગુજરાતીઓ પાસે આ ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીની રેસમાં વિજેતા બનાવવાની તક છે.
આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
જાણો કઈ રીતે કયાં કરી શકશો વોટિંગ ?
સૌ પ્રથમ www.mygov.in વેબસાઈટ પર જાઓ. group poll વિભાગમાં ઝાંખીઓને વોટ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હો, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં “ગુજરાત” ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે.
જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલી જશે અને તમે ”ગુજરાત” પસંદ કરીને વોટ કરો. આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ”ગુજરાત” ઉપર વોટિંગ કરી શકો છો.
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વોટ આપવા વિનંતી…
વોટિંગ માટેની લિંક : https://www.mygov.in/…/vote-your-favorite-tableau…/