અમદાવાદ : શહેરના ફ્લાવર વેલી ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી છે. જમ્મૂ કશ્મીર અને ઉત્તરાખંડની જેમ ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે. કોસમોસ નામના ફ્લાવરથી આખી ફ્લાવર વેલી તૈયારી કરવામાં આવી છે. સિઝનલ ફૂલ એવા કોસમોસ છોડ જેમાં ફૂલ એક જ હોય કલર અલગ હોય છે. લોકો પાવર વેલીનો આનંદ મેળવી શકે તેના માટે થઈ અને આ સિઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે. આગામી મહિને આ ફ્લાવર વેલી ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવશે અને નાગરિકો આ ફ્લાવર વેલી ગાર્ડનની મજા માણી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 21046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. સિઝનલ ફલાવર એવા કોસમોસ નામના છોડનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ફલાવર વેલી ગાર્ડનની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આગામી મહિને ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે એક વખત જો લોકો આ ગાર્ડનમાં જશે તો તેઓને બહાર નીકળવાનું મન ન થાય તેટલું સુંદર ગાર્ડન આ તૈયાર કરવામાં આવ્યું છે.
કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે, આ એક પ્રકારનું ફ્લાવરિંગ સિઝનલ પ્લાન્ટ છે અને 50 થી 60 દિવસ સુધી આ ફૂલનો ફ્લાવરિંગનો સમયગાળો હોય છે. ગુલાબી, આછા ગુલાબી અને સફેદ પ્રકારના ફૂલો આ ફ્લાવર વેલી ગાર્ડનમાં જોવા મળશે. કોસમોસ વેલી ફ્લાવર ગાર્ડન જોવા માટે કાશ્મીર જવું પડતું હોય છે. આગામી દિવસોમાં આ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખૂલ્લો મૂકવામાં આવશે.