અમદાવાદ : અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. SMC દ્વારા કરાયેલ દારૂની રેડ બાદ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલા દુધેશ્વર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 25.52 લાખની કિંમતની 11,366 બોટલ દારૂ જપ્ત કરીને ટ્રક ડ્રાઇવર અને નવ મજુરો સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ દારૂ વસ્ત્રાલના સોનું રાજપુત નામના બુટલેગરે મોકલ્યો હતો અને ત્રણ બુટલેગરોને સપ્લાય કરવાનો હતો.
મહત્વનું છે કે, મોટી માત્રામાં આ દારૂ ઝડપાયા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.