અમદાવાદ : આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી એક સાથે લાખો વાહનોના હોર્ન રણકવા લાગ્યા.એક સાથે ઠેર-ઠેર રસ્તાઓ પર ટ્રાફિકજામ થવા લાગ્યો….એક સાથે સંખ્યાબંધ રાહદારીઓને પણ રસ્તા વચ્ચે વાહનોની ભીડમાં અટવાવું પડ્યું. ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.
વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. એના જ કારણે એક સાથે સંખ્યાબંધ વાહનોના હોર્ન રણકવા લાગતા નોઈસ પોલ્યુશન પણ વધ્યું હતું. સાથે જ કેટલાંક ઠેકાણે લોકો નાના નાના અકસ્માતનો ભોગ પણ બન્યા હતાં. આ દરમિયાન અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર અકસ્માત સર્જાયો છે ઝીરો વિઝિબિલિટીને કારણે અકસ્માતનું અનુમાન છે. ડમ્પિંગ સાઈટ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં વાહનચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. નોંધનીય છે કે, ગાઢ ધુમ્મસમાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરવા અપીલ છે.
એકબીજાને અડકીને વાહન ચલાવતા હોય છતાં આગળનું વાહન ન દેખાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ સ્થિતિ એવી છે કે, તમે પણ ઘરેથી નીકળતો તો સાચવજો, કારણકે, ઠંડીના કારણે આગમી બે થી ત્રણ દિવસ સુધી કંઈક આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી જાણી લેશો તો તમને આ અંગેની વિગતો મળી જશે.