અમદાવાદ : અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરો માટે નવુ નજરાણું લઈ આવ્યું છે. હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આવ્યું છે. એરપોર્ટ પર એક નવો અરાઈવલ પીક અપ ઝોન કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટને ગુજરાતના ભવ્યાતિભવ્ય પ્રવેશ દ્વાર બનાવવાની સાથે નવતર સુવિધાઓ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને નવતર સેવાઓ પ્રદાન કરવા સહિત મુસાફરીના અનુભવને વધુ સારી બનાવવા અવિરત પ્રયાસો ચાલુ છે. નવા પીકઅપ ઝોનમાં 4 લેન છે, જેમાં ખાનગી કાર અને બીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીકઅપ સાથે રાહદારીઓના આવાગમનમાં વધારો થશે.
હાલ એરપોર્ટ પર નિર્માણાધીન ટી-1માં અરાઈવલ માટે નવા ફોરકોર્ટને શરૂ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફોરકોર્ટ ખુલ્યા બાદ F&B, રિટેલ, રિલેક્સિંગ આઉટલેટ્સ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આગામી મહિનાઓમાં આ વિસ્તાર નવતર સુવિધાઓથી સજ્જ થઈ જશે.