અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે, મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આવતીકાલે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી સેવા આપશે.તા.30-01-2023થી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા સવારે 7 કલાકથી રાત્રિના 10 કલાક સુધી ચાલુ છે.આ વધારેલ સમય દરમ્યાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વારા ખુલ્લા રહેશે.
આવતીકાલે તા. 01-02-2023 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત ટી-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારીને રાત્રિના 10 કલાકને બદલે રાત્રિના 12.30 કલાક સુધી કરવામાં આવેલ છે. તથા આ દિવસે મુસાફરોની સુવિધા માટે વધારેલ સમય દરમ્યાન એટલે કે રાત્રિના 10 કલાકથી રાત્રિના 12.30 કલાક સુધી દર 15 મિનીટે મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મળશે.