અમદાવાદ : અમદાવાદમાં રમાનારી અંતિમ અને ત્રીજી મેચ શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.1 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. વાહન ચાલકો તેના બદલે તપોવન સર્કલથી વિસત ટી થઈને ઓ.એન.જી.સી ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તાથી અવર-જવર કરી શકશે.
આ અગાઉ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે, 1 ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત T20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારવામાં આવ્યો છે.