અમદાવાદ : અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતુ અને શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગસ્ટના 2022ના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટ 2022ના રોજ દેશના વડાપ્રધાન PM મોદી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલે રિવરફ્રન્ટની ઓફિસિયલ વેબસાઈટ sabarmatiriverfront.com પર ઓનલાઈન ટિકિટ બુક કરવાની સુવિધા પણ ઉપલ્બધ કરી છે. આ વેબસાઈટ પરથી નાગરિકો અટલબ્રિજ, ફલાવર પાર્ક અને આ બંનેની કોમ્બો ટિકિટ બુક કરી શકે છે. જોકે રાતના સાડા 8 વાગ્યા બાદ ઓનલાઈન ટિકિટની બુકિંગ બંધ થઈ જાય છે. આ બ્રિજ માટે તંત્ર દ્વારા ગત જાન્યુઆરી 2023થી ઓનલાઈન બુકિંગનો પ્રારંભ કરાવ્યો હતો. તંત્રના આ નિર્ણયના કારણે લોકો ઘરે બેઠા જ ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અટલબ્રિજ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરાયો છે જેને સ્કેન કરીને નાગરિકો પોતાની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે.આ ઉપરાંત રિવરફ્રન્ટના તમામ પાર્કની સાથે અટલબ્રિજની ટિકિટ પણ નાગરિકો પોતાના ઘરેથી ઓનલાઈન બુક કરાવી શકે છે. નાગરિકોને તેમના મોબાઈલ ફોન અને ઈ-મેઈલ દ્વારા પણ ઈ-ટિકિટ મેળવી શકે છે.