અમદાવાદ : આગામી 9 અને 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર U20 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના 150થી વધુ મહાનુભાવો ભાગ લેવા આવવાના છે. 9 ફેબ્રુઆરીના રોજ સાબરમતી ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટ ખાતે તમામ મહાનુભાવો મુલાકાત કરશે અને અટલબિજ ઉપર પણ તેઓ જવાના છે, જેને ધ્યાનમાં રાખી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અટલબ્રિજની ટિકિટ બપોરે ત્રણ વાગ્યા સુધી જ મળી રહેશે. સાંજે 4:00 વાગ્યા બાદ અટલબ્રિજ પર વિદેશી મહાનુભાવો આવવાના છે આ ઉપરાંત રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોઅર પ્રોમિનાડ લોકો (જનતા) માટે બંધ રહેશે. 10 ફેબ્રુઆરીના રોજ કાંકરિયા નગીનાવાડી ખાતે ગાલા ડીનરનું આયોજન વિદેશી મહાનુભાવો માટે કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરને U20 ની યજમાનાની મળી છે, આવનાર વિદેશી મહેમાનો U20 બેઠકની સાથે અમદાવાદ શહેરની આસપાસમાં આવેલ પર્યટન સ્થળોની પણ મુલાકાત લેશે, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં આવેલ ગાંધીઆશ્રમ, અટલબ્રિજની મુલાકાત લેશે, જેને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ સાંજના 4:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર ભારતનો પહેલો બ્રીજ બનાવામાં આવ્યો છે. આપણા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. જેથી અમદાવાદ શહેરમાં આવનાર મુલાકાતી માટે વધુ એક પ્રવાસનું સ્થળ ઊભું થયું છે. મહેમાનો પણ અટલબ્રીજ મુલાકાત લેવાના છે, તેને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના લોકો 9 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી જ મુલાકાત લઈ શકશે.