અમદાવાદ : સ્કૂલ બેગના વજનને લઈને વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોની બેગમાં વજન રાખવું તે અંગે ગાઈડલાઈન બહાર પાડે. તેમજ 2023 થી કેટલું વજન રાખવું તેની ગાઈડલાઈન પણ બહાર પાડે તેવી વાલી મંડળની માંગ છે. અત્યારે અનેક સ્કૂલો બાળકની કેપેસિટી કરતા વધુ પુસ્તકો મંગાવે છે. બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં રજુ કરવામાં આવેલી પોલિસીમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, બાળકોના સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજન કરતાં 10 ટકા હોવું જોઇએ. જોકે, આ પ્રસ્તાવ એટલો કઈ ખાસ અમલમાં મૂકવામાં આવ્યો ન હતો અને સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઇએ તેના અંગે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા પણ ઘડાય નથી. બીજી તરફ નાના ભૂલકાઓ તેમના વજન કરતાં વધારે વજન વાળી સ્કૂલ બેગ ઊંચકવાની લાંબા ગાળે કરોડરજ્જુ ઉપર સીધી અસર પડે છે.જેનાં કારણે બાળકો કરોડરજ્જૂની સ્કોલિયોસિસની સમસ્યા ઉભી થતી જોવા મળે છે. અપ્રમાણસર ખભા, અપ્રમાણસર કમર, કેડના સાંધાનો ભાગ ઉપર-નીચે જેવા તેના લક્ષણો છે.
જેનાં પગલે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, કે.જી થી ધોરણ – 8 સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગનું વજન સરકારના કાયદા મુજબ સ્કૂલે લઈ જાય એવો વર્ષ – 2023નો ઠરાવ કરવામાં આવે.બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.