Wednesday, September 17, 2025

AMC દ્વારા સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધા 2025 નું આયોજન, સોસાટીઓ-ફ્લેટો અને પાર્ટી પ્લોટ ગરબા આયોજક ભાગ લઈ શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Share

Share

અમદાવાદ : દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ શહેરને પ્રથમ નંબર મળ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોમાં સ્વચ્છતા માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરાયું છે. સોસાયટીઓ અને સામુહિક ગરબા બે અલગ અલગ શ્રેણીમાં વિજેતાને 1 લાખ સુધીના ઇનામ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ 3 વિજેતા અને શહેર કક્ષાએ પ્રથમ 3 વિજેતા એમ બે ભાગમાં વિજેતા નક્કી કરવામાં આવશે.

સ્પર્ધાના મુખ્ય ઉદ્દેશ્યો

  • તહેવારો દરમિયાન ઉત્પન્ન થતા ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.
  • સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવી.
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક (SIP)ના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરવો.
  • ઝીરો વેસ્ટ અને RRRને પ્રોત્સાહન આપવું.
  • ગરબાના સ્થળો અને તેની આસપાસના વિસ્તારીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા.

આ સ્પર્ધા મુખ્યત્વે બે શ્રેણીમાં યોજાશે

  • શ્રેણી 1: રહેણાંક એકમો-વિસ્તારો (સોસાયટીઓ, ફ્લેટ્સ, વગેરે)
  • શ્રેણી 2: સામૂહિક ગરબા આયોજકો (પાર્ટી પ્લોટ ખુલ્લા પ્લોટ, કોમ્યુનિટી હોલ વગેરે)

સ્પર્ધા અંગે રજિસ્ટ્રેશન

  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવે તેમ સબંધિત વોર્ડનાં પબ્લિક હેલ્થ સુપ્રવાઇઝર મારફતે ઓફલાઈન ફોર્મ ભરી/ભરાવી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • સ્પર્ધા બાબતે AMC સાથે સંકલન કરવા સારું એક નોડલ વ્યક્તિ નિમવાનો રહેશે.
  • રહેણાંક સોસાયટીઓ, ફ્લેટ, હાઈરાઈઝડ રેસીડેન્સીયલ ટાવર, કો.ઓ હાઉસિંગ સોસાયટીઓ, પોળ, શેરી, ગામતળ વિસ્તાર, આવાસ યોજનાઓની સોસાયટીઓ સહિત તમામ સોસાયટીઓ વિગેરે ભાગ લઈ શકશે.
  • રજિસ્ટ્રેશન અંગેનો આખરી નિર્ણય સબંધિત સબઝોનનાં આસી.મ્યુનિ.કમિશનરનો રહેશે.
  • સોસાયટીનું પોતાનું બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ અને એકાઉન્ટ ન હોવાનાં કિસ્સામાં સોસાયટીનાં નોડલ ઓફિસરના બેન્ક એકાઉન્ટની વિગતો પુરી પાડવા અંગે બાંહેધરી આપવાની રહેશે.
  • ગરબાના સ્થળે ચેકિંગ, મોનિટરિંગ તથા જાગૃતિ અંગેના કાર્યક્રમો બાબતે મ્યુનિસિપલ કોર્પોરશનના અધિકારી/પ્રતિનિધીઓને પ્રવેશ કરવાની તથા ચેકિંગ કરવાની પરવાનગીની શરતે સુંદર સ્પર્ધામાં ભાગ લઈ શકાશે.
  • મ્યુનિસિપલ કોર્પોરશનના અધિકારી/પ્રતિનિપીઓ દ્વારા જરૂરી વિગતો-પુરાવા માંગવામાં આવે ત્યારે તે સમયસર પુરા પાડવાના રહેશે.

સ્પર્ધાના નિયમો અને માપદંડો રહેણાંક એકમો-વિસ્તારોના આયોજકો

  • ડસ્ટબીન વ્યવસ્થા: ગરબાના સ્થળ (કોમન પ્લોટ)ની આસપાસ સૂકા અને ભીના કચરાના અલગ-અલગ સંગ્રહ માટે જરૂરિયાત મુજબ લીલા અને વાદળી રંગના ડસ્ટબીન ફરજિયાત મૂકવા. જે સોસાયટીઓમાં ડસ્ટબીન ન હોય, તેઓએ વોર્ડની સબ-ઝોનલ કચેરીમાંથી મેળવી લેવા.
  • નિર્માલ્ય કલેક્શન: પૂજા-સામગ્રી અને નિર્માલ્યના નિકાલ માટે અલગ કલેક્શનની વ્યવસ્થા કરવી.
  • કચરાનો નિકાલ: સોસાયટીમાં એકત્ર થયેલો તમામ કચરો (કોમન પ્લોટ અને લીટરીંગ સહિત) AMCના ડોર-ટુ-ડોર વાહનમાં AMC દ્વારા નિર્ધારિત સિસ્ટમમાં જ નિર્ધારિત સમયે જ આપવાનો રહેશે.
  • કોઈપણ સંજોગોમાં કચરો જાહેર રસ્તા, ફૂટપાથ કે અન્ય જાહેર સ્થળો પર નાખવો નહીં.
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ: ગરબાનું આયોજન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ હોવું જોઈએ.
  • જાહેર શૌચાલય: ગરબાના સ્થળે પુરુષો અને સ્ત્રીઓ માટે સ્વચ્છ અને કાર્યાત્મક શૌચાલયની અલગ વ્યવસ્થા હોવી જોઈએ.

વિશેષ થીમ

  • ઝીરો વેસ્ટ થીમ: ઝીરો વેસ્ટના સિદ્ધાંત પર ગરબાનું આયોજન કરનારને મૂલ્યાંકનમાં વિશેષ પ્રાધાન્ય મળશે.
  • RRR થીમ: RRR (Reduce, Reuse, Recycle) થીમ આધારિત ગરબાનું આયોજન, જેમ કે રિસાયકલ કરેલ મટિરિયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ કે ડેકોરેશન, RRR કોન્સેપ્ટનાં પ્રમોશન અને કામગીરીમાં સહયોગ બદલ વધારાના માર્ક્સને પાત્ર બનશે.

સામૂહિક ગરબા આયોજકો (પાર્ટી પ્લોટ, ખુલ્લા પ્લોટ, વગેરે)

  • ડસ્ટબીન અને કચરાનું વર્ગીકરણ: આયોજનના સ્થળે પૂરતી સંખ્યામાં સૂકા, ભીના અને નિર્માલ્ય કચરા માટે અલગ-અલગ ડસ્ટબીનની વ્યવસ્થા કરવી.
  • ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ: ફૂડ કોર્ટ કે ખાણી-પીણીના સ્ટોલ પર ઉત્પન્ન થતા કિચન વેસ્ટ (ભીનો કચરો)ના નિકાલ માટે AMC માન્ય એજન્સી સાથે ફરજિયાત કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે. અન્ય કોઈ સ્થળે નિકાલ કરી શકાશે નહિ.
  • સેનેટરી કન્વેયન્સ સર્ટિફિકેટ: આયોજકોએ ફરજિયાતપણે સેનેટરી કન્વેયન્સ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આ સર્ટિફિકેટ પૂરતા ડસ્ટબીનની વ્યવસ્થા અને કિચન વેસ્ટ કલેક્શન કોન્ટ્રાક્ટની શરતે જ ઇસ્યુ કરવામાં આવશે.
  • નિર્માલ્યનું ત્રિ-વર્ગીકરણ: પૂજાપાની સામગ્રી અને નિર્માલ્યને ત્રણ ભાગમાં એકત્ર કરવા-
  • પ્રથમ ડબ્બો (ભીનું નિર્માલ્ય): ફૂલ, પાંદડાં, નાળિયેર, દુર્વા, વગેરે.
  • બીજો ડબ્બો (વસ્ત્રો): ચુંદડી, ખેસ, શણગારની અન્ય વસ્તુઓ.
  • ત્રીજો ડબ્બો (સૂકો કચરો): પડીયા, પ્રસાદના બોક્સ ડેકોરેશનની વસ્તુઓ.
  • કચરાનો નિકાલ: નોન-કિચન વેસ્ટ અને અન્ય કચરો AMCના રાત્રિ ડોર-ટુ-ડોર / અન્ય AMCના વાહનમાં જ આપવાનો રહેશે. નિર્માલ્ય વેસ્ટ પણ અલગ વાહનમાં વર્ગીકૃત કરેલ સ્થિતિમાં જ આપવાનો રહેશે.
  • સ્ટોલની સ્વચ્છતા: ખાણી-પીણીના સ્ટોલ બંધ થયા પછી સંપૂર્ણ સફાઈ કરીને જ તમામ કચરો ડોર-ટુ-ડોર વાહનમાં AMC ની નિયત સિસ્ટમમાં જ આપવાનો રહેશે.
  • પાર્કિંગ અને દબાણ: પાર્કિંગ અને ગરબા સ્થળની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ ન હોવું જોઈએ.
  • આ ઉપરાંત, રહેણાંક એકમોને લાગુ પડતા તમામ નિયમો (જેમ કે SUP ફ્રી. ઝીરો વેસ્ટ, RRR થીમ સ્વચ્છ શૌચાલય) પણ અહીં લાગુ પડશે.
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ: ગરબાનું આયોજન સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ હોવું જોઈએ.
  • જાહેર શૌચાલય: ગરબાના સ્થળે પુરુષો અને સ્ત્રીઓ માટે સ્વચ્છ અને કાર્યાત્મક શૌચાલયની અલગ વ્યવસ્થા હોવી જોઈએ.

વિશેષ થીમ

  • ઝીરો વેસ્ટ થીમ: ઝીરો વેસ્ટના સિદ્ધાંત પર ગરબાનું આયોજન કરનારને મૂલ્યાંકનમાં વિશેષ પ્રાધાન્ય મળશે.
  • RRR થીમ: RRR (Reduce, Reuse, Recycle) થીમ આધારિત ગરબા આયોજન કરનારે રિસાયકલ કરેલ મટિરિયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ કે ડેકોરેશન, KRK કોન્સેપ્ટના પ્રમોશન અને કામગીરીમાં સહયોગ બદલ વધારાના માર્ક્સને પાત્ર બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...