અમદાવાદ : શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રાફિરનું ભારણ વધતું જાય છે. રોજબરોજ લાંબા અંતરની અનેક ટ્રેનોની આવન-જાવનને લીધે પ્રવાસીઓથી રેલવે સ્ટેશન ભરચક બની જતું હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે સ્ટેશન પર વધુ એસ્કેલેટર મુવામાં આવી રહ્યા છે. આજે રેલવે સ્ટેશન પરિસરમાં અને અમદાવાદ સ્ટેશનના મણિનગર છેડે ફૂટ ઓવર બ્રિજ (FOB)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવેનું માનવું છે કે આ સુવિધાથી મુસાફરોને સીધો લાભ થશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 મુસાફરો કરી શકશે. આ એસ્કેલેટર લગાવ્યા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.જેના કારણે મુસાફરો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે.ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખુબ જ ઉપયોગી થશે.અને ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણથી મુસાફરોને અવરજવરમાં સગવડતા રહેશે.
સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી અને મેયર કિરીટ પરમારે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવન કુમાર સિંહ, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર કુમાર સંભવ પોરવાલ સહિત રેલવેના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને આ સુવિધાની શરૂઆત કરાવી હતી.