અમદાવાદ : રાજ્યમાં રોજ બરોજ લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના બનાવોને નાથના માટે પોલીસ સતત સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરી આરોપી સુધી પહોચવા મહેનત કરી રહી છે. અમદાવાદમાં આંગડિયા લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગ જેવી ઘટના હવે જાણે સામાન્ય થઈ ગઈ છે. લૂંટારુઓ ધોળે દિવસે આવી લૂંટ કરી ભાગી છુટે છે. જેમાં મોટેભાગે આવા લૂંટારુઓ નંબર પ્લેટ વગરની અથવા તો ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેથી અમદાવાદ પોલીસ આજે આવા ગુનેગારો સુધી પહોચવા અને આ પ્રકારની લૂંટના બનાવો અટકે તે માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે.
અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં પોલીસની ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી કેમેરા લાગેલા છે. છતાં લૂંટારુઓ બેફામ બની લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના કરી ભાગી છુટે છે. પોલીસ આવા આંગડિયા લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગ જેવી ઘટનાનો ભેદ ઉકેલવા માટે આ રીતે માઈક્રો લેવલનું પ્લાનિંગ કરી રહી છે. જે માટે અમદાવાદ પોલીસ આજે આવા ગુનેગારો સુધી પહોચવા અને આવી લૂંટના બનાવો અટકે તે માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે. જેમાં નંબર પ્લેટ વગરનું વાહન હશે તો મેમો આપવામાં આવશે અને હેલમેટ પણ ફરજીયાત કર્યુ છે.
શહેરમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં લૂંટારુઓ બેફામ બની લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના કરી ભાગી છુટે છે. આવા લૂંટારુઓ મોટાભાગે ચેઇન સ્નેચિંગ તેમજ મોબાઇલ અને પર્સ સ્નેચિંગની લૂંટ કરી ધુમ સ્ટાઈલે ભાગી છુટે છે. આ મુદ્દે એક સર્વેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે લૂંટારુઓ નંબર પ્લેટ વગરનાં અને ચોરીનાં વાહનોનો ઉપયોગ કરે છે. જેથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગની ઘટનાને અંજામ આપવા માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે.