અમદાવાદ : અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, અમદાવાદ શહેરનું હૃદય ગણાતા લાલ દરવાજાના ઐતિહાસિક AMTS બસના ટર્મિનલને હેરિટેજ લૂક આપીને નવું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી બે મહીનામાં લાલદરવાજા બસ ટર્મિનસ મુસાફરો માટે કાર્યરત કરી દેવાશે. હેરિટેજ લુક સાથેનું નવું બસ સ્ટેન્ડ કેવું હશે અને એમાં કેવી સુવિધાઓ હશે.
હેરીટેજ સિટીમાં બની રહ્યુ છે હેરીટેજ લુક સાથેનુ બસ ટર્મિનસ
AMTS દ્વારા લાલ દરવાજા ટર્મિનસનું નવીનીકરણ
ખાસ રાજસ્થાની માર્બલનો ઉપયોગ કરી હેરીટેજ લુક અપાઇ રહ્યો છે
એપ્રિલ 2023 સુધીમાં બસ ટર્મિનસ તૈયાર થશે
8.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટર પર બની રહ્યુ છે નવું બસ સ્ટેન્ડ
1 એપ્રિલ, 1947માં AMTS બસ સેવાની શરૂઆત થઈ હતી
વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવવામાં આવ્યું
ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઊભી કરાશે
દિવ્યાંગ મુસાફરો માટે હશે ખાસ સુવિધા, સીસીટીવી થી થશે સતત નિરીક્ષણ
તમામ પ્લેટફોર્મ ઉપર ડિજીટલ ટાઇમટેબલની સુવિધા
બસની સ્પીડ નિયંત્રણ કરવા અત્યાધુનિક કંટ્રોલરૂમની વ્યવસ્થા
વીજ બચત કરવા બિલ્ડીંગની છત પર સોલાર પેનલ ફીટ કરાશે
AMTS કમિટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 2 મહીનામાં અમદાવાદીઓ માટે ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.