અમદાવાદ : શહેરનો સિંધુભવન રોડ શહેરના યુવાનો માટે હરવા ફરવાનું સ્થળ બન્યો છે, જોકે કેટલાક અસામાજિક તત્વોએ અહીં સ્ટંટના જોખમી વીડિયો બનાવીને કાયદો વ્યવસ્થાને પડકારતા હોય છે આવા જ એક કિસ્સામાં વાયરલ થયેલા વીડિયોમાં પોલીસે પગલાં લીધાં છે. ગત રોજ સિંધુ ભવન રોડનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક આવા તત્વો સ્ટંટ કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા સરખેજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જોકે આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાની વિગતો બહાર આવી છે.
અમદાવાદના સિંઘુભવન રોડ પર કારોના કાફલા બનાવીને રીલ્સ બનાવાયા હતા. કેટલાક આવારાતત્વોએ વીડિયો બનાવીને પંજાબી સોંગ પિસ્ટલ, તલવાર અને કાર જેવા શબ્દો વાળ ગીત પર ઉત્પાત મચાવ્યો હતો. યંગસ્ટર્સથી ધમધમતાં આ રોડ પર વીડિયોમાં બનાવીને વાઈરલ કરાયો છે. ચાલુ કારમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા વીડિયોને લઈને ગુનો દાખલ થયો છે. પોલીસે વાયરલ વીડિયોને આધારે પોલીસે આસિફઅલી સૈયદ, હાજીમ શેખ સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનિય છે કે આ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં પણ સ્ટન્ટબાજીની આ પ્રકારની ઘટના બની હતી.