અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે દ્વારા મહત્વપૂર્ણ અવલોકન કરવામા આવ્યું છે. પોલીસકર્મીઓની બદલી મુદ્દે હાઇકોર્ટે મહત્વની ટકોર કરી હતી હાઇકોર્ટે ટાંક્યું છે કે પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હોય તો બદલી ન કરી શકાય. કોર્ટે સવાલ કર્યો કે આવા નિર્ણયો લેતા પહેલા ફરિયાદ નોંધાઇ છે કે કેમ તેનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી.જો કોઇ પોલીસકર્મી વિરુદ્ધ કેસ ચાલતો હોય તો તેની બદલી કરવી અયોગ્ય છે.
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી પોલીસકર્મીઓની બદલી મુદ્દે પોલીસે હાઇકોર્ટ સુધી કેમ આવવું પડે? હાઈકોર્ટે ઓથોરિટીને કહ્યું હતું કે, બદલીના નિર્ણય લેવામાં ધ્યાન રાખો કે તેની સામે ફરિયાદ નોંધાઇ છે કે કેમ. હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલીસકર્મી સામે ફરિયાદ થઈ હોય અને તેની બદલી કરવી યોગ્ય નહીં. જો પોલીસકર્મી સામે કેસ ચાલતો હોય તો તેની બદલી પ્રતિબંધિત હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.