અમદાવાદ : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ વચગાળાનો આદેશ આપી ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા જણાવ્યુ છે. દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે. આ કેસમાં ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને લઇને આ કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. પ્રતિ વ્યક્તિ મૃતકોને 10 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ આપ્યો છે. તેમજ ઘાયલોને 2 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે. રાજ્યમાં અન્ય નબળા બ્રીજ મામલે સરકારને બે અઠવાડિયામાં પોલીસી બનાવે તેવુ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું.
મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવા મામલે જે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન જયસુખ પટેલે દરેક મૃતકને 5-5 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલના વકીલે કોર્ટમાં કહ્યુ હતું કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આપી શકીએે તેમ છીએ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, વકીલ તરીકે તમારી મર્યાદા હોઈ શકે છે. અમે ગઈકાલે જ આ અંગે સ્પષ્ટ કર્યુ હતું. આ તો અમે તમને તક આપવા માગતા હતા. વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.