અમદાવાદ : ફેરિયાઓને વ્યાજખોરોના ચુંગલમાંથી મુકત કરાવ્યા બાદ પોલીસે તેમને સરકારી યોજના હેઠળ રૂ.10 હજાર સુધીની લોન અપાવવાનું શરૂ કર્યું હતું. ફેરિયાઓ સુધી પહોંચવા માટે પોલીસે દરેક વિસ્તારમાં લોન મેળા યોજ્યા હતા. જેમાં 8 હજાર કરતાં વધુ ફેરિયાએ લોન માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4 હજારથી વધારે ફેરિયાની લોન મંજૂર થતાં તે તમાને શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સિટી ખાતે લોનના સેંકશન લેટર આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફેરિયાઓ અને નાના વેપારીઓને સરકારી યોજના હેઠળ 10 હજાર, 20 હજાર અને 50 હજાર સુધીની લોન અપાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ દ્વારા ફેરિયાઓ સુધી પહોંચવા માટે વિવિઝ વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 12 હજાર કરતા વધુ ફરિયાએ લોન માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4 હજાર 200થી વધુ ફેરિયાઓની લોન મંજૂર કરવામાં આવી છે. જેના ધિરાણ પત્ર આવતીકાલે શનિવારે સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવશે.