33.9 C
Gujarat
Friday, October 25, 2024

સ્થાપના દિવસ : અમદાવાદના આ 15 સ્થળોની મુલાકાત નથી લીધી તો તમે નથી જોયું શહેર

Share

અમદાવાદ : આજે અમદાવાદ શહેરને 612 વર્ષ પૂરાં થયાં છે. આટલાં વર્ષોમાં અમદાવાદમાં અનેક બદલાવ આવતા રહ્યા છે. પહેલા આ શહેર વિવિધ પોળ અને દરવાજાથી ઓળખાતુ હતુ. આજે અમદાવાદ હેરિટેજ અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. આપને જણાવીએ કે, વર્ષ 1411ના આજના દિવસે અમદાવાદની સ્થાપના થઈ હતી. તો આજે અમે તમને શહેરની એવી જગ્યાઓ જણાવીશું કે જે તમને ઘણી જ ગમશે.

સાબરમતી આશ્રમ – સાબરમતી આશ્રમને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળવવામાં આવે છે. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી.

કેલિકો મ્યુઝિયમ – ઉદ્યોગપતિ ગૌતમ સારાભાઇ અને તેની બહેન ગીરા સારાભાઇ દ્વારા આ સંગ્રહાલયની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદ એક સમૃદ્ધ કાપડ ઉદ્યોગ કેન્દ્ર હતું. આ સંગ્રહાલય અમદાવાદ કાપડ ઉદ્યોગ ક્ષેત્રના હાર્દ વિસ્તારની કેલિકો મિલ્સ ખાતે રાખવામાં આવ્યું હતું.

અટલ બ્રિજ – અટલ પેડેસ્ટ્રીયન બ્રિજ એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં સાબરમતી નદી પર સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો એક પદયાત્રી ટ્રસ બ્રિજ છે. તેમાં પતંગોથી પ્રેરિત ડિઝાઇન કરેલી છે. તે 300 metres (980 ft) લાંબો અને 10 metres (33 ft) થી 14 metres (46 ft) પહોળો છે.

સાયન્સ સિટી – સાયન્સ સિટીના આકર્ષણોમાં 499 ના દરમાં મુખ્ય પ્રવેશ, એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 વિઆર રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ અને કોલ માઇન રાઈડનો સમાવેશ થાય છે.

કાંકરિયા તળાવ – કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે.

હઠીસિંહનાં દેરાં – હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. 1848માં કરાવવામાં આવ્યું હતું.

ઇસ્કોન મંદિર – અમદાવાદનું ઇસ્કોન મંદિર ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેના સાચા પ્રેમને દર્શાવવા માટે જાણીતું છે. મંદિરમાં ગુજરાતી સોમપુરા અને રાજસ્થાની ખમીરા સ્થાપત્ય શૈલીનું સુંદર મિશ્રણ છે.

સાબરમતી રિવરફ્રન્ટ – સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. 1960માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. 2005માં શરૂ થયું હતું.

સીદી સૈયદની જાળી – સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ 4 જાળીઓ છે.

ભદ્રનો કિલ્લો – ભારતમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, અમદાવાદની દિવાલવાળા શહેરના વિસ્તારમાં સ્થિત, ભદ્રનો કિલ્લો વર્ષ 1411 માં અહમદ શાહ I દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિલ્લામાં સુંદર કોતરણીવાળી મસ્જિદો, શાહી મહેલો, દરવાજા અને ખુલ્લી જગ્યાઓ છે.

સરખેજ રોઝા – સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના “એથેન્સના એક્રોપોલિસ”ની સાથે સરખાવવાથી “અમદાવાદનો એક્રોપોલિસ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિન્ટેજ કાર મ્યુઝિયમ – આ મ્યુઝિયમ માત્ર 115 વિન્ટેજ કાર જોવા મળે છે. અમદાવાદથી લગભગ 30 કિમી દૂર ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ વિન્ટેજ કાર માટેનું આશ્રયસ્થાન છે. આ અઠવાડિયાના બધા દિવસોમાં ખુલે છે સવારે 8:00 થી રાતના 9:00 વાગ્યા સુધી ચાલુ રહે છે. જેમાં પ્રવેશ ફી 50 રૂપિયા છે.

માણેક ચોક – આ ચોક સવાર દરમિયાન શાકભાજી બજાર તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બપોર દરમિયાન ઘરેણાં બજાર હોય છે, જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, જોકે માણકે ચોક રાત્રિના ૯.૩૦ પછી ત્યાં ભરાતા ખાણીપીણી બજાર માટે લોકપ્રિય છે, જે મધ્ય રાત્રિ સુધી ખૂલ્લું રહે છે.

જામા મસ્જિદ – જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. 1424માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી.

રાણીના હજીરો – રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે તે અમદાવાદના માણેક ચોકમાં આવેલો કબરોનો સમૂહ છે. અહીં હાલ એક બજાર છે, જેમાં પરંપરાગત જ્વેલરી, એસેસરીઝ અને કપડાં વેચાઇ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles