Thursday, November 27, 2025

અમદાવાદના આ વિસ્તારમાં 159 કરોડનો નવો STP પ્લાન્ટ બનશે, પશ્ચિમમાં 12 લાખથી વધુ લોકોને ગટરની સમસ્યામાંથી મળશે મુક્તિ!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ વિસ્તારના બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં રહેતા 12 લાખથી વધુ લોકોને નાગરિકોને ડ્રેનેજની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સરખેજ-ફતેવાડી ખાતે રૂ.159 કરોડના ખર્ચે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને ડ્રેનેજ લાઇન નાખવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત કોન્ટ્રાક્ટર ખિલાડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 32 % ઓછા ભાવે સોંપવામાં આવશે. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પશ્ચિમમાં બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારોની જુદી જુદી ટી.પી. સ્કીમોમાં રહેણાંક અને કોમર્શિયલ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે જેના કારણે ડ્રેનેજનો ફ્લો વધશે. આ વિસ્તારમાં ગટરના પાણી બેક મારતા હોવા અંગેની સમસ્યાઓ ઉદભવી રહી છે. નીચાણવાળા વિસ્તારો જેવા કે દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસ.પી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મક્તમપુરા, સનાથલ જેના વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધાના અભાવે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત આવે છે. જેથી નવી ડ્રેનેજ લાઈન અને સુએજ પંપીંગ સ્ટેશન બનાવવાની જરૂરિયાત ઊભી થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો એસટીપી પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શહેરના ફતેવાડી વિસ્તારમાં આગામી વર્ષ 1236 અને 1250ને ધ્યાનમાં રાખીને શાંતિપુરા સર્કલથી સાબરમતી નદી સુધી 2400 એમએમની પાઇપલાઇન રાખવા સાથે નવું ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અને એસટીપી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓડિટર અને કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં આવેલી કંપનીઓની ક્વોલિફિકેશન અને ડોક્યુમેન્ટ વગેરે તપાસવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર ખિલારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંદાજિત રકમ દ્વારા 32 ટકા ઓછા ભાવ ભરવામાં આવ્યા હતા. જેમાં 134 કરોડના ખર્ચે નવો એસટીપી અને 10 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સના 35 કરોડ સાથે કુલ 159 કરોડના ખર્ચે એસટીપી બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...