અમદાવાદ : અમદાવાદ શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધ્યો છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદ શહેરમાં કુતરાની વસતી વધી છે અને ઘણા વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.અમદાવાદ મ્યુ કોર્પોરેશન વિસ્તારમાં રહીશો દ્વારા રખડતા શ્વાનની સરેરાશ રોજની 15 થી 20 ફરિયાદો મળતી હોય છે. અમદાવાદમાં રોજના 120 થી 130 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે કે જેના કારણે કુતરાઓ સંખ્યામાં વધારો ના થાય. ખસીકરણ માટે કુતરાઓને ડોગ હોસ્ટેલમાં લાવી 4 દિવસ રાખવામાં આવે છે. જ્યાં જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી ખસીકરણ થાય છે અને કુતરાના કાન પર ઓળખ માટે કાપ મુકાય છે. શ્વાનોની સંખ્યા ન વધે તે માટે આ કામગીરી કરવામાં આવે છે.
હાલ અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાનના ખસીકરણ માટેની સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. AMC સાથે સંકળાયેલી સંસ્થાઓ અને NGOની ટીમ આ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવા રખડતા શ્વાન માટેની હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. અહીં રખડતા શ્વાનને લાવી તેમનુ ખસીકરણ અને હડકવા ન ઉપડે તેના માટેનું વેક્સિનેશન કરાઈ રહ્યુ છે. AMC સાથે સંકળાયેલી સંસ્થાઓ અને NGOની ટીમ આ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં એક મહિનાની અંદર સરેરાશ 3500 થી 4000 શ્વાનોનું ખસીકરણ આવતુ હોય છે.