અમદાવાદ : ટ્રાફિક પોલીસની સતર્કતા થી લૂંટ જેવા ગંભીર ગુનો અટકી ગયો છે. શહેરના પૂર્વ ટ્રાફિક વિભાગે એક કાર રોકી તેમાં તપાસ દરમિયાન શખસો ભાગવા લાગ્યા હતા તપાસ કરતા તેમાંથી 3 હથિયાર અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરીતો અન્ય ફરાર ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે બ્રીજના નીચે ટ્રાફિક વિભાગના પોલીસકર્મીઓએ શનિવારે સાંજે ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગની કારને રોકી હતી. કારમાં સવાર બે શખસો અચાનક કારમાંથી ઉતરી ભાગી ગયા હતા. ટ્રાફિક પોલીસ કંઇ સમજે તે પહેલા તેઓ ભાગવા લાગ્યા હતા એક સમયે તો પોલીસ ગભરાઇને કારથી દુર જતી રહી હતી. બાદમાં પોલીસે પીછો કરી ચાલકને પકડી પાડ્યો હતો.પુછપરછ કરતા કારમાં હથિયાર હોવાનુ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉત્તર પ્રદેશથી આવેલા આરોપીઓ લૂંટ કરે તે પહેલા જ 3 હથિયાર અને 13 જીવતા કારતુસ સાથે ઝડપાઈ ગયા. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરી, તો અન્ય ફરાર ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ લૂંટનું કાવતરું છેલ્લા 15 દિવસથી ઘડાયુ અને રેકી પણ કરવામા આવી હોવાનો ખુલાસો થયો છે.