અમદાવાદ : આજે સવારે શહેરના સોલા બ્રિજ પર એક મોટી ઘટના બની હતી. એસ.જી હાઇવેના સોલા બ્રિજ પર એકસાથે ચાર ગાડીઓ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ ગોઝારા અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી.બે લોકોને સામાન્ય ઇજાઓ થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે.આ ગોઝારો અકસ્માત ઓવર સ્પીડના કારણે થઇ હોવાનું હાલ સામે આવી રહ્યુ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સવારે સોલા બ્રિજ પર ચાર ગાડીઓ એકસાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ અકસ્માતમાં એક ગાડીમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.આ અકસ્માત સોલા બ્રિજ પર થયો છે. આગળની ગાડીએ બ્રેક મારતા પાછળ આવતી ત્રણ ગાડીઓ પણ એકસાથે જ અથડાઇ હતી.