અમદાવાદ : આગામી 14મી માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે ત્યારે શહેરના સુપ્રસિદ્ધ નવા વાડજ ખાતે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર દ્વારા આગામી તા-11-3-23 ને શનિવાર સંકટ ચોથના રોજ ધો-10 અને ધો-12 વિધાર્થીઓને મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય તે માટે ભગવાન ગણેશના આશીર્વાદ તેમજ પ્રસાદી સ્વરૂપ સહસ્ત્રાચન પૂજા કરાયેલ પેનનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે.
સિધ્ધિ વિનાયક મંદિરના શાસ્ત્રીજી ધર્મેન્દ્ર વ્યાસના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો-10 અને ધો-12 ના વિધાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષાઓમાં મહેનતનું પૂર્ણ ફળ મળે અને ઝળહળતી સફળતા મળે તેવા શુભ આશયથી આગામી તા-11-3-23 ને શનિવાર સંકટ ચોથના રોજ દાદાના આશીર્વાદ તેમજ પ્રસાદી સ્વરૂપ સહસ્ત્રાચન પૂજા કરાયેલ પેનનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે. આ પેન મેળવવા માટે વિધાર્થીઓએ ઓરીજનલ હોલ ટિકિટ લાવવી.