સુરત36 મિનિટ પહેલા
આગ લાગતાં ખુરશીઓ સહિતનો સામાન સળગ્યો હતો.
આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયો
સુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના ગોડાઉનમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાય નહોતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવા પાછળનું કારણ જાણી શક્યા ન હતાં.
3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી.
ત્રણ ફાયર સ્ટેશનને કોલ અપાયોફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ 9:09 મિનિટનો હતો.પુણાના વનમાળી જંક્શન નજીક આવેલા જય અબે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ ત્રણ ફાયર સ્ટેશનને કોલ અપાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. પ્લાસ્ટિક સહિતની વસ્તુઓમાં લાગેલી આગ પર ફાયરના જવાનોએ કાબૂ મેળવી લીધો હતો.
આગને પગલે અફડાતફડીનો માહોલ પેદા થયો હતો.
સામાન સળગી ગયોજગદીશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કોલ મળતા જ પુણા, કાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓને કોલ આપી ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી. આગ પતરાના શેડમાં લાગી હતી. આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયો હતો. જોકે સમયસર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવાઈ હતી.
અન્ય સમાચારો પણ છે…