27.3 C
Gujarat
Tuesday, October 15, 2024

બોર્ડની પરીક્ષા પૂર્વે વાલીઓ માટે મહત્વની ટિપ્સ, આ રીતે વિધાર્થીઓમાં રહેલ પરીક્ષાનો ડર દૂર કરી શકાય !!

Share

અમદાવાદ : આવતીકાલથી એટલે કે 14 માર્ચ ના રોજ શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, સામાન્ય રીતે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને થોડો ડર રહેતો હોય છે. સાથે જ બાળકોની પરીક્ષાને લઇને વાલીઓમાં પણ ચિંતા જોવા મળતી હોય છે. વાલીઓ કેટલીક મહત્વની બાબતો પોતાના બાળકો સાથે શેર કરીને તેમનો ડર દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે કેટલીક શારીરિક અને માનસિક કસરતથી પરીક્ષાના ભયથી મુક્ત બની શકે છે.

વાલીઓ દ્વારા વિધાર્થીને શ્વાસોશ્વાસની કસરતની સલાહ….
વાલીઓ પોતાના બાળકોને શ્વાસોશ્વાસની કસરત કરવાની સલાહ આપી શકે છે. વિદ્યાર્થીઓએ આરામથી બેસી અથવા આસન ઉપર સૂઈ જવુ. નાકમાંથી શ્વાસ લેવો અને 5 કાઉન્ટ સુધી પેટને ફુલાવવુ, ત્રણ કાઉન્ટ સુધી શ્વાસને રોકી રાખો, હવે શક્ય હોય તેટલો ધીમે ધીમે મોંમાંથી શ્વાસ છોડવો. 3થી 5 મિનિટ સુધી આમ કરવાથી એકાગ્રતામાં સુધારો થાય છે.

બાળકો વાતચીત કરવી જોઇએ, તેમની મુંઝવણ દૂર કરો
વાલીઓએ પરીક્ષા પહેલા તેમના બાળકો સાથે વાતચીત કરવી જોઇએ અને તેમની મૂંઝવણોને સાંભળવી જોઇએ. વાલીઓએ અઠવાડિયામાં બે વાર અથવા જ્યારે પણ જરૂર હોય ત્યારે આ કામ કરવુ જોઇએ. જેનાથી બાળકોનું મન હળવુ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.

વિદ્યાર્થીઓને નિયમિત દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા
વાલીઓએ બાળકોને દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા જોઇએ. વિદ્યાર્થીઓએ દરરોજના અભ્યાસ માટે યોજના બનાવવી. તેમાં દરેક કલાકની કામગીરી જેવી કે ઉંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજન, વ્યાયામ, મનોરંજનનો સમય, અભ્યાસનો સમયનો સમાવેશ થવો જોઈએ.

વહેલી સવારે કુદરતી વાતાવરણમાં ચાલવુ
વહેલી સવારે ધીમી ગતિએ ચાલવાથી અને તાજી હવામાં શ્વાસ લેવાથી મગજ તેજ બને છે, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને શીખવાનું કાર્ય સરળ બને છે. વિદ્યાર્થીઓ વહેલી સવારે લગભગ 21 મિનિટ સુધી ચાલવુ જોઇએ

વિદ્યાર્થીઓને મેડિટેશનની સલાહ
વાલીઓએ વિદ્યાર્થીઓને ધ્યાન કરવાની સલાહ આપવી જોઇએ. વિદ્યાર્થીઓએ રાત્રે ઉંઘતા પહેલા કોઇનું માર્ગદર્શન સાંભળવુ જઇએ. તેનાથી મન શાંત થાય છે. વિદ્યાર્થીઓએ મેડિટેશન 20 મિનિટ અથવા તેનાથી વધારે સમય સુધી કરવુ જોઇએ.

મહત્વનું છે કે જો તંદુરસ્ત વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દરેક બાળકમાં જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી સિદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles