અમદાવાદ : અમદાવાદ શહેરના RTO તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. RTOના નવા નિયમ મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે હવે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અગાઉ સવારના 6.30થી રાત્રિના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો. ડ્રાઈવિંગ ટેસ્ટના સ્લોટ 15થી ઘટાડી 9 કરાયા છે. હવે લોકોનો ધસારો ઘટતા સમય મર્યાદા અને સ્લોટ પણ ઘટાડવામાં આવ્યા છે.
નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જેમાં અડધો કલાકના 9 સ્લોટ કરાયા છે. બપોરે 2.30 વાગ્યા સુધી કામગીરી ચાલશે. આ પછી બપોર 3 થી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે. અગાઉ એપાઇન્ટમેન્ટ મળતી નહીં હોવાથી ડ્રાઈવિંગ ટેસ્ટના સ્લોટ વધાર્યા હતા.
અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. નવા સમયપત્રકનો 13મી નવા સમયપત્રકથી વહેલી સવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ઇચ્છતા નોકરિયાત વર્ગને મુશ્કેલી પડશે.