અમદાવાદ : છેલ્લા 12 દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.જેને લઈને નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે જય અંબે યુવક મંડળના કાર્યકર્તાઓ જીતના વધામણાં કરવા મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ ચઢાવ્યો હતો. તે બાદ કાર્યકરોએ એકબીજાને પ્રસાદ ખવડાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અંબાજી મંદિર ખાતે મોહનથાળના પ્રસાદના નિર્ણયને આવકારવા જય અંબે યુવક મંડળ અને જય ગૌ માતા સેવા ગ્રુપના કાર્યકરો એકઠા થઇ સૌપ્રથમ મહાઆરતી યોજવામાં આવી હતી, ત્યારબાદ માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ ચઢાવ્યો હતો. તે બાદ કાર્યકરોએ એકબીજાને પ્રસાદ ખવડાવ્યો હતો.
આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કર્ણાવતી શહેર પ્રમુખ લોકેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે માં અંબાના સૌ માઇભક્તોની પ્રાથના અને લડતના પરિણામે માં અંબાના પ્રસાદ મોહનથાળ પર લગાવાયેલા પ્રતિબંધને સરકારે પરત લેવો પડ્યો છે. ભક્તોની આસ્થાનો ભવ્ય વિજય છે. બોલ મારી અંબે, જય જય અંબે…