અમદાવાદ19 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી
સિનેમા હોલ હાઉસફુલ થઈ ગયો હતો
કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે આ ફિલ્મ જોઈને ખબર પડશે: પ્રેક્ષકફિલ્મ જોવા આવેલા VIP-VVIPએ એક મિનિટ માટે પણ પોતાની ખુરશી છોડી ન હોતી
હાલ સૌથી વધુ ચર્ચામાં આવેલી વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનું અમદાવાદમાં ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનગમાં ગુજરાત અને ગુજરાત બહારના કાશ્મીરી પંડિતો સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ જોતા જ અનેક લોકોની આંખો છલકાઈ ગઈ હતી. તેમજ ફિલ્મ જોવા આવેલા કાશ્મીરી પંડિતો હજુ પણ તેમના ઘરે પરત જવા ઈચ્છે છે.
શિક્ષણ મંત્રી સહિતના નેતાઓએ ફિલ્મ જોઈશહેરના આલ્ફા વન મોલમાં આવેલા સિનેપોલિસમાં રવિવારની સાંજે ‘કાશ્મીર ફાઇલ્સ’નું ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારા, એરફોર્સના ઉચ્ચ અધિકારી, અન્ય અધિકારીઓ અને તેમના પરિવાર તથા કાશ્મીરી પંડિતો આવ્યા હતા.
ફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા
કેટલાકે ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસી ફિલ્મ જોઈસિનેમા હોલ હાઉસફુલ થઈ જતા કેટલાક લોકોએ ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસીને પણ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ શરૂ થઈ ત્યારથી કોઈનું ધ્યાન સ્ક્રીન પરથી હટ્યું નહોતું. જ્યારે કેટલાક દર્દનાક અને લાગણીસભ દ્રશ્ય અનેક લોકોનું કાળજું કંપી ઉઠતું હતું. આ સ્ક્રીનિંગમાં અનેક લોકો 1989-90માં કાશ્મીરમાં પણ હતા. જેમની આંખોમાં દ્રશ્યો જોતા આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા નહોતા.
ફિલ્મ જોઈ લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતીફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા. ફિલ્મ જોવા આવેલા VIP-VVIP એ પણ એક મિનિટ માટે પોતાની ખુરશી છોડી નહોતી. શરૂઆતથી લઈને અંત સુધી આખી ફિલ્મ ખૂબ જ શાંતિથી નિહાળી હતી. અંતમાં આવેલા દ્રશ્યોથી મોટા ભાગના લોકોનો ડૂમો ભરાય ગયો હતો અને અનેક લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. લોકો એકબીજાને ભેટી પડ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા હતા.
પ્રેક્ષકો આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા ન હોતા
કાશ્મીરી પંડિતો આજે પણ પોતાના ઘર જોવા તડપે છેઆ ફિલ્મ જોવા આવેલા અનેક કાશ્મીરી પંડિતોના ઘર હજુ કાશ્મીરમાં છે જે પોતાના ઘરની એક ઝલક નિહાળવા તડપી રહ્યા છે સાથે તેમના મનમાં ડર પણ છે.આજે આ ફિલ્મથી તેમની સાથે બનેલ હાદસા પણ સામે આવ્યા જે તેઓ ક્યારેય શબ્દોમાં વર્ણવી શકતા નહોતા. તેઓ બીજાને પણ એ જ અપીલ કરી છે કે, એકવાર ફિલ્મ જોવી તો ખબર પડશે કે, 1989-90માં કાશ્મીરી પંડિતોની શુ સ્થિતિ હતી.
ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો
કાશ્મીરી પંડિતોએ જે ભોગવ્યું છે તે ખૂબ જ હદય દ્રાવ્ય હતું: અનાર મહેતાસ્ક્રીનિંગનું આયોજનમાં ભાગ લેનાર અનાર મહેતાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનું સ્ક્રીનિગ એટલા માટે રાખવામાં આવ્યું કે, કાશ્મીરી પંડિતોની સાથે બનાવની હકીકત બધાની સામે આવે. કાશ્મીરી પંડિતોએ જે ભોગવ્યું છે તે ખૂબ જ હદય દ્રાવ્ય હતું જેથી તમામ લોકો આ ફિલ્મ જોવે. કોણ સાચું છે અને કોણ ખોટું છે તે પણ લોકોને ખબર પડે. આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે પણ આ ફિલ્મ જોઈને લોકોને ખબર પડશે.
આ ફિલ્મ નથી આ અમારી લાગણી છે: ભરતભાઈમૂળ કાશ્મીરી પંડિત ભરત ભાઈએ જણાવ્યું હતું કે, હું અમદાવાદમાં 2008થી રહું છું પરંતુ કાશ્મીરથી અમારે આજે પણ સબંધ છે. અમારી લાગણીઓ ત્યાં જોડાયેલી છે. આ ફિલ્મ નથી આ અમારી લાગણી છે.આ મૂવીમાં 5% ન દ્રશ્યો બતાવ્યા છે. ઓછા સમયમાં આખી વાત ન બતાવી શકાય. હું અને મારો પરિવાર કાશ્મીર જવા ઇચ્છીએ છીએ. ફિલ્મ જોઈને અમારા બાળકો પણ હવે ત્યાં જવા ઈચ્છે છે. અત્યારે કાશ્મીરમાં પંડિત ના બરોબર છે. અમે હજુ પરત જવા ઇચ્છીએ છીએ. ઘર માટે અમે કોમ્પરોમાઇસ નહિ કરીએ, અત્યારે પણ અમારું ઘર છે ત્યાં અમને હજુ એવું જ છે કે ઘર એવું જ હશે.
અન્ય સમાચારો પણ છે…