અમદાવાદ : આજે રાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે. તો બીજી તરફ કોરોનાના 3 દર્દી વેન્ટિલેટર પર છે. કેસની વાત કરીએ તો, સોથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 49 નોંધાયા છે. જ્યારે રાજકોટ અને સુરત શહેરમાં 12-12 કેસ નોંધાયા છે. મહેસાણામાં 11 કેસ નોંધાયા છે જ્યારે સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો, આજે સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 49 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 19 કેસ, સુરતમાં 15, મહેસાણામાં 11 કેસ, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04 કેસ, ભાવનગર અને વલસાડમાં 3-3 કેસ, બનાસકાંઠા, ગાંધીનગરમાં 2-2 કેસ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ અને દાહોદ, નવસારી, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.
કોરોનાની સાથે સાથે રાજ્યમાં H3N2ના કેસ પણ સામે આવી રહ્યા છે.અમદાવાદમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ નોંધાયા છે. 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દીની સારવાર ચાલી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં સંજીવની રથ શરુ કરશે. Amc હસ્તક આવેલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપીડ ટેસ્ટ કીટ લઈ ટેસ્ટિંગ કરશે.